જીવન
તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા ૧૯૮૯માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે
સર્જન
તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે યુગે નામે લઘુનવલ તથા બાલવન્દના નામે બાલસાહિત્ય આપી છે.
સન્માન
૨૦૧૯માં તેમને નિબંધસંગ્રહ મોજમાં રેવું રે! માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૧૯) પ્રાપ્ત થયો હતો.
યુ-ટુબ ની પ્રસિદ્ધ ચેનલ પ્રતિલિપિ માં તારીખ 2 જાન્યુઆરી અને 9 જાન્યુઆરી એ પ્રદર્શિત કરેલ રતિલાલ બોરીસાગર ની સાથે એક મુલાકાત કાર્યક્રમમાં બિંદ્રા ઠક્કર સંવાદ કરેલ હતો.
જેમાં તેમને બાળપણના અનુભવોને સાહિત્યની શરૂઆત વિશે જણાવ્યું ધોરણ 10 માં તેઓએ લખવાની શરૂઆત કરી હતી તેમના ગુજરાતી ભાષાના શિક્ષક મુકુંદ પંડ્યા પાસેથી તેમને માર્ગદર્શન અને પ્રેરણા મેળવેલ હતી.
તેમની વાર્તાઓ સૌપ્રથમ મહિલાજગત મેગેઝીનમાં પ્રકાશિત થઈ રમણલાલ પાઠકે તેમને ગદ્ય સમીક્ષામાં પણ રતિલાલ બોરીસાગરના હાસ્ય લેખનના વખાણ કર્યા ત્યારે તેમને આ ક્ષેત્રમાં જ વધુ ખેડાણ કરવાનું નક્કી કર્યું.
હાસ્ય લેખકના જીવનની વાત કરતા જણાવ્યું કે તેમનું
જીવન પણ લોકોના જેવું સામાન્ય હોય છે જ્યારે એવી વિસંગતતા અતિશય થાય ત્યારે તેમાં
હાસ્ય જન્મે છે તેમનું પુસ્તક એન્જીયોગ્રાફી જેમાં પોતાના મદ્રાસમાં કરાવેલા એન્જીયોગ્રાફી ના અનુભવો સહજતાથી લઈ 75 પેજનો પુસ્તક લખ્યું જે ખૂબ
જ પ્રસિદ્ધ થયું 1997માં તેમને પારિતોષિત મળ્યું અને તે પુસ્તકનું મરાઠી, ઉર્દુ, સિંધી, અંગ્રેજીમાં પણ અનુવાદ થયો.
તેઓ હાસ્યકાર અને કટાક્ષ વચ્ચે નો તફાવત સમજાવે છે
.વિવિધ ઉદાહરણો ધ્વારા વ્યકતીના વિસંગતતા થી હાસ્ય જન્મે અને તે
અતિશયોક્તિ થાય ત્યારે તે નબળાઈ બને અને વેધક બને છે અને કટાક્ષ બને.કોઈ પણ ક્ષેત્ર
માં સાહિત્ય માં લખાણ લખવા માટે સર્જક ને સંવેદનશીલ અને સર્જાક્તા હોવી જોઈએ અને હાસ્યકાર
પાસે એક વિશેષ બાબત હાસ્યનીષ્યન કરવા ની શક્તિ હોવી જોઈએ . જે જન્મજાત હોય છે તે મેળવી
શકાતી નથી.
અરીસ માં આપણને જેમ મોટા દેખાયાએ તેમ હાસ્યકાર આપણ
ને વિષયવસ્તુ ને મોટું કરી બતાવે છે સર્જન તમામ શક્તિ ખર્ચી ચોક્કસ પરિણામ મેળવવું
જોઈએ ખુબજ વાંચન કરવું જોઈએ કોઈ ની છાયામાં
આવ્યા વગર પોતાનું સર્જન કરવું જોઈએ.
Comments
Post a Comment